-->
અક્ષિતારક બ્લોગમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે.

30 November 2012

વાલમની વાંસડી વાગી રે...

વાલમની વાંસડી વાગી રે... મારું રે મન હરખાય રે
આજ જમુનાને  તીરે વેણું  વગાડે કહાન...
બાવરી થઈ ને હું તો ભાગી રે, મારું રે મન હરખાય રે 

29 November 2012

મીરાં થઇ તુજમાં સમાઇ જાઉં


મનમાં મારા ઉમંગ એવો જાગ્યો, મીરાં થઇ તુજમાં સમાઇ જાઉ,

વિરહની વેદના, હવે સહાય નાં... ઓ શ્યામ મુજને સમાવી લે...

28 November 2012

બસ એમ જ!

આમ તો આપણાથી ક્યાં કંઇ લખાય છે?
શબ્દો, વાક્યો તો એના એજ છે....
બસ વિચારોની અનુભૂતિ બદલાય છે.
એવુ લાગે છે કે બસ એમ જ! લખાય છે. 

26 November 2012

હુ પતંગ અને તુ દોરી

હું પતંગ અને તું દોરી
બંધાઇએ પ્રેમની ગાંઠે મસ્તીથી

ચાલ...
ઉંચે ગગનમાં ઉડી જઈએ
થપ્પો રમીએ, વાદળામાં ખોવાઇ જઇએ..
પક્ષીઓની દુનિયામાં, ધીમી ધીમી લહેરોમાં...

દુનિયા ભલે જોઇને આનંદ માણે,
આપણે આપણી મસ્તીમાં જાણે...
પવનની લહેરો ન કરે અસર,
આપણે રહીએ અરસપરસ...

તું પતંગ અને હું દોરી
બંધાયા પ્રેમ-ગાંઠે ચોરી ચોરી...

25 November 2012

કોને કહુ?

કોને કહું હું આ હ્રદયની વેદના?
જેમાં દર્દના સૂરો વાગી રહ્યા છે...
દર્દના સૂરો પણ લાગી રહ્યા છે મીઠા,
કારણકે, એ સૂરો પણ યાદ તારી લાવી રહ્યા છે

વેણુ વગાડતો...

માથે છે મોરપીંછ, કેડે કંદોરો...
હળવેથી હળવેથી કાનુડો આવતો...

પનઘટની કેડીએ મારગડો રોકતો, કહાનો...

વેણુ વગાડતો.. વેણુ વગાડતો...
વેણુ વગાડતો, ગાયો હંકારતો... આયો જશોદાનો કાનુડો...

13 November 2012

શુભ દિપાવલી - સાલ મુબારક

નેટ જગતના સર્વે મિત્રોને શુભ દિપાવલી અને નવુ સાલ મુબારક...

મિત્રો,

આવનારુ નવુ વર્ષ આપના તેમજ આપના કુટુંબીજનો માટે આર્થિક, શારિરીક, માનસિક તેમજ બધી જ રીતે સુખદાયી અને ફળદાયી નિવડે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના...

આપની નેટ મિત્ર,
સ્નેહા શાહ "અક્ષિતારક"